આગામી સમુહલગ્નોત્સવ તા. ૬-૧૨-૨૦૧૫

વાકળ સામાજિક પ્રગતિ મંડળ, વડોદરા તથા પાદરા પાટીદાર સમાજ, પાદરા ના સંયુક્ત ઉપક્રમે આગમી તા. ૬ ડિસેમ્બર, ૨૦૧૫ ના રોજ મુ. સાધી, તા.પાદરા, જી.વડોદરા મુકામે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે લગ્નગ્રંથીથી જોડાવવા ઉત્સુક વર- કન્યા અથવા તેમના વાલીઓને સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી.

વાકળ સામાજિક પ્રગતિ મંડળ, વાકળ સેવા કેન્દ્ર, સ્ટોક એક્ષ્ચેન્જની સામે, સયાજિગંજ, વડોદરા.

પ્રમુખ – નિતિનભાઇ પટેલ-.૯૯૯૮૦૦૮૯૪૮

મંત્રી- સુનિલભાઇ પટેલ – ૭૮૭૪૮૪૬૪૯૬

Advertisements

જીવનસાથી પસંદગી સંમેલન ૨૦૧૪

જીવનસાથી પસંદગી સંમેલન ૨૦૧૪

વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા તા.૧૨-૧-૨૦૧૪ ના રોજ પટેલવાડી, ભાયલી મુકામે આયોજીત જીવનસાથી પસંદગી સંમેલન ૨૦૧૪ની તસવીરી ઝલક

વાર્ષિક સાધારણ સભા ૧૪-૭-૨૦૧૩

વાકળ સામાજીક પ્રગતી મંડળની વાર્ષિક સાધારણ સભા ૨૦૧૩
આજરોજ તા.૧૪-૭-૨૦૧૩ ને રવિવાર ના રોજ માનનીય અધ્યક્ષ શ્રી અશ્વિનભાઇ છોટાભાઇ પટેલના વડપણ હેઠળ મંડળની વાર્ષિક સાધારણ સભા વાકળ સેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાઇ ગઇ. આ સભામાં સૌ મળીને ૩૭ સભ્યોએ ઉત્સાહપુર્વક હાજર રહી મંડળની પ્રવૃત્તિને બિરદાવી. આગામી વર્ષની પ્રવૃત્તિઓ માટે સૌએ હકારાત્મક અભિગમ રાખી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. મંડળના આગામી કાર્યક્રમ તા.૧૫-૧૨-૨૦૧૩ ના રોજ ભાયલી ખાતે સમુહલગ્ન અને તા. ૫-૧-૨૦૧૪ ના રોજ યોજાનાર જીવનસાથી પસંદગી સંમેલન ના આયોજન માટે વિવિધ સૂચનો કર્યા. પ્રમુખશ્રી હિતેષભાઇએ ગત વર્ષના હિષાબો વાંચી સૌને અવગત કર્યા. હાજર રહેલ વડીલ઼ શ્રી અશ્વિનકાકા, શ્રી જશભાઇ પટેલ- લતીપુરા તથા શ્રી ગોકુળભાઇ પટેલે પોતાના ઉદબોધનથી અમને ઉમદા માર્ગદર્શન આપ્યું. નવા વર્ષની પ્રવૃત્તિઓ માં વક્તૃત્વ સ્પર્ધા, વૉલીબૉલ ટુર્નામેન્ટ, મહીલાઓ માટે ભજન સંમેલન ના આયોજન કરવા ભાયલીના શ્રી જીતેન્દ્રભાઇએ તત્પરતા બતાવી. આગામી ભાયલી ખાતેના ૪૦મા સમુહલગ્નના આયોજનની જવાબદારી ભાયલીના સદા તત્પર દાતા પૂર્વ ડેપ્યુટી સરપંચશ્રી અરવિંદભાઇ મંગળભાઇ પટેલે સ્વીકારી છે તે બદલ મંડળ તેમનો હાર્દિક આભાર માને છે.

૩૮ મો સમુહ લગ્નોત્સવ લતીપુરા

૩૮ મો સમુહ લગ્નોત્સવ લતીપુરા

વાકળ સામાજીક પ્રગતિ મંડળ અને લતીપુરા ગ્રામજનોના સહયોગથી ૩૮મો સમુહલગ્નોત્સવ લતીપુરા મુકામે તા.૯-૯-૨૦૧૨ના રોજ યોજાઇ ગયો. સમગ્ર ગ્રામજનો, વડીલો અને યુવકમંડળના અનેરા ઉત્સાહ અને ઉમંગભર્યા સહકાર સાથે સૌએ સીત્તેરથી પણ વધુ વિવિધ ભેટ સોગાદો નવપરિણિત યુગલોને ભેટ રૂપે અર્પણ કરવામાં આવી. વધુ વિગતો સમુહલગ્ન વિભાગ માં મળશે.

વાકળ સામાજીક પ્રગતિ મંડળ દ્વારા આયોજીત ૩૯ મો સમુહ લગ્નોત્સવ

આગામી તા. ૧૩-૦૫-૨૦૧3 ના સોમવાર  અખાત્રીજ ના શુભ દિને વાકળ સામાજીક પ્રગતિ મંડળ દ્વારા  ૩૯ મો સમુહ લગ્નોત્સવ વાકળ સેવા કેન્દ્ર, સયાજીગંજ, વડોદરા ખાતે યોજવામાં આવેલ છે.  આમાં ભાગ લેવા માગતા યુગલો – વાલીઓ સંસ્થાના

પ્રમુખશ્રી હિતેષભાઇપટેલ-૯૮૨૫૦૯૭૫૬૫ તથા

મંત્રીશ્રી સુનિલભાઇ પટેલ-૯૯૯૮૦૦૮૮૩૨ અથવા સંસ્થાના કાર્યાલય ખાતે

સોમ થી શનિવાર  બપોરે ૩ થી ૬ દરમિયાન સંપર્ક કરી શકે છે.

જીવનસાથી પસંદગી પરિચય પુસ્તિકા વિમોચન ૨૦૧૩

DSCF5070

DSCF5081

DSCF5066

DSCF5061

DSCF5084

DSCF5109

DSCF5095

DSCF5094

DSCF5089

DSCF5085

DSCF5112

DSCF5116

DSCF5131

DSCF5155

DSCF5053

DSCF5051

DSCF5050

DSCF5047

DSCF5041
વાકળ સામાજીક પ્રગતિ મંડળ આયોજીત જીવનસાથી પસંદગી પરિચય પુસ્તિકાનો વિમોચન કાર્યક્રમ તા. ૬-૧-૨૦૧૩ નારોજ વાકળ સેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાઇ ગયો. પરિચય પુસ્તિકાનું વિમોચન ભાયલી ના પૂર્વ ડે.સરપંચ અને મુખ્ય દાતા શ્રી અરવિંદભાઇ મંગળભાઇ પટેલ અને શ્રી એમ.એમ પટેલ (વાઇસ પ્રીન્સી. પોલીટેકનીક,વડોદરા) ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ શ્રી અશ્વીનભાઇ છોટાભાઇ પટેલ, પ્રમુખશ્રી હિતેશભાઇ રણછોડભાઇ પટેલ અને શ્રી એમ.એમ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા. આ કાર્યક્રમના સંચાલનનો દોર મંડળના સહમંત્રી શ્રી નીલકંઠભાઇ વ્યાસે કુશળતાથી સંભાળ્યો હતો. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સુનિલભાઇ પટેલે આભાર વિધિમાં આ પુસ્તિકાના પ્રકાશનમાં સહયોગ આપનાર સૌ કાર્યકર ભાઇ-બહેનો, દાતાશ્રીઓ, જાહેરાતના દાતાશ્રીઓ, પ્રીન્ટીંગકર્તા શ્રી વિનોદભાઇ સુર્વે- શ્રી જયેશભાઇ રાણા તથા સ્ટાફ તથા અન્ય સૌ નામી અનામી સહયોગીઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ થી વધુ યુવક-યુવતીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સંસ્થાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પુસ્તિકામાં કુલ ૩૯૪ યુવક-યુવતીઓના બાયોડેટાનો સમાવેશ કરવામાં આવેલ છે. રસ ધરાવતા ઉમેદવારો સંબંધિત યુવક-યુવતી ના વાલીઓનો સંપર્ક કરી શકે છે. સંસ્થાના કાર્યકરો જરુરી મદદ કરવા હરહંમેશ તત્પર હોય છે. આ પ્રસંગે કોઇ કારણસર હાજર નહીં રહી શકનાર ઉમેદવારો તેમજ આમાં નામ નહીં નોંધાવનાર જેને પણ આ પુસ્તિકા મેળવવી હોય તેઓ સંસ્થાના કાર્યાલય

Continue reading