વાર્ષિક સાધારણ સભા ૧૪-૭-૨૦૧૩

વાકળ સામાજીક પ્રગતી મંડળની વાર્ષિક સાધારણ સભા ૨૦૧૩
આજરોજ તા.૧૪-૭-૨૦૧૩ ને રવિવાર ના રોજ માનનીય અધ્યક્ષ શ્રી અશ્વિનભાઇ છોટાભાઇ પટેલના વડપણ હેઠળ મંડળની વાર્ષિક સાધારણ સભા વાકળ સેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાઇ ગઇ. આ સભામાં સૌ મળીને ૩૭ સભ્યોએ ઉત્સાહપુર્વક હાજર રહી મંડળની પ્રવૃત્તિને બિરદાવી. આગામી વર્ષની પ્રવૃત્તિઓ માટે સૌએ હકારાત્મક અભિગમ રાખી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. મંડળના આગામી કાર્યક્રમ તા.૧૫-૧૨-૨૦૧૩ ના રોજ ભાયલી ખાતે સમુહલગ્ન અને તા. ૫-૧-૨૦૧૪ ના રોજ યોજાનાર જીવનસાથી પસંદગી સંમેલન ના આયોજન માટે વિવિધ સૂચનો કર્યા. પ્રમુખશ્રી હિતેષભાઇએ ગત વર્ષના હિષાબો વાંચી સૌને અવગત કર્યા. હાજર રહેલ વડીલ઼ શ્રી અશ્વિનકાકા, શ્રી જશભાઇ પટેલ- લતીપુરા તથા શ્રી ગોકુળભાઇ પટેલે પોતાના ઉદબોધનથી અમને ઉમદા માર્ગદર્શન આપ્યું. નવા વર્ષની પ્રવૃત્તિઓ માં વક્તૃત્વ સ્પર્ધા, વૉલીબૉલ ટુર્નામેન્ટ, મહીલાઓ માટે ભજન સંમેલન ના આયોજન કરવા ભાયલીના શ્રી જીતેન્દ્રભાઇએ તત્પરતા બતાવી. આગામી ભાયલી ખાતેના ૪૦મા સમુહલગ્નના આયોજનની જવાબદારી ભાયલીના સદા તત્પર દાતા પૂર્વ ડેપ્યુટી સરપંચશ્રી અરવિંદભાઇ મંગળભાઇ પટેલે સ્વીકારી છે તે બદલ મંડળ તેમનો હાર્દિક આભાર માને છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s