જીવનસાથી પસંદગી પરિચય પુસ્તિકા વિમોચન ૨૦૧૩

DSCF5070

DSCF5081

DSCF5066

DSCF5061

DSCF5084

DSCF5109

DSCF5095

DSCF5094

DSCF5089

DSCF5085

DSCF5112

DSCF5116

DSCF5131

DSCF5155

DSCF5053

DSCF5051

DSCF5050

DSCF5047

DSCF5041
વાકળ સામાજીક પ્રગતિ મંડળ આયોજીત જીવનસાથી પસંદગી પરિચય પુસ્તિકાનો વિમોચન કાર્યક્રમ તા. ૬-૧-૨૦૧૩ નારોજ વાકળ સેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાઇ ગયો. પરિચય પુસ્તિકાનું વિમોચન ભાયલી ના પૂર્વ ડે.સરપંચ અને મુખ્ય દાતા શ્રી અરવિંદભાઇ મંગળભાઇ પટેલ અને શ્રી એમ.એમ પટેલ (વાઇસ પ્રીન્સી. પોલીટેકનીક,વડોદરા) ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ શ્રી અશ્વીનભાઇ છોટાભાઇ પટેલ, પ્રમુખશ્રી હિતેશભાઇ રણછોડભાઇ પટેલ અને શ્રી એમ.એમ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા. આ કાર્યક્રમના સંચાલનનો દોર મંડળના સહમંત્રી શ્રી નીલકંઠભાઇ વ્યાસે કુશળતાથી સંભાળ્યો હતો. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સુનિલભાઇ પટેલે આભાર વિધિમાં આ પુસ્તિકાના પ્રકાશનમાં સહયોગ આપનાર સૌ કાર્યકર ભાઇ-બહેનો, દાતાશ્રીઓ, જાહેરાતના દાતાશ્રીઓ, પ્રીન્ટીંગકર્તા શ્રી વિનોદભાઇ સુર્વે- શ્રી જયેશભાઇ રાણા તથા સ્ટાફ તથા અન્ય સૌ નામી અનામી સહયોગીઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ થી વધુ યુવક-યુવતીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સંસ્થાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પુસ્તિકામાં કુલ ૩૯૪ યુવક-યુવતીઓના બાયોડેટાનો સમાવેશ કરવામાં આવેલ છે. રસ ધરાવતા ઉમેદવારો સંબંધિત યુવક-યુવતી ના વાલીઓનો સંપર્ક કરી શકે છે. સંસ્થાના કાર્યકરો જરુરી મદદ કરવા હરહંમેશ તત્પર હોય છે. આ પ્રસંગે કોઇ કારણસર હાજર નહીં રહી શકનાર ઉમેદવારો તેમજ આમાં નામ નહીં નોંધાવનાર જેને પણ આ પુસ્તિકા મેળવવી હોય તેઓ સંસ્થાના કાર્યાલયવાકળ સેવા કેન્દ્ર, પારસી અગિયારી મેદાન પાછળ, સયાજીગંજ, વડોદરા,
ફો. ૦૨૬૫-૨૩૬૧૬૭૭/ મો. ૯૯૯૮૦૦૮૮૩૨
ઉપરથી નિર્ધારિત ફી આપીને ૩ થી ૬ દરમિયાન મેળવી શકશે. વધુ માહિતી માટે સંસ્થાના કાર્યકરોનો સંપર્ક કરશોજી.
આ પુસ્તિકાની વધુ વિગતો અમારા બ્લોગ ઉપર નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s